સોફ્ટવેર ડેવલપરની આત્મકથા

સારા પુસ્તકો ની યાદી :

૧. સૌરાષ્ટ્રની રસધાર
૨. મેલુહા
૩. રીચ ડેડ, પુઅર ડેડ
૪. સ્ટીવ જોબ્સનો મંત્ર
૫. જિંદગી જીતવાની જડીબુટ્ટી

હું દસમાં ધોરણમાં હતો. દસમું ધોરણ એટ્લે બોર્ડ. ટ્યુશન હોય એટ્લે સ્કૂલમાં બહુ કઈ ખાશ ભણતા નહીં. પણ કોમ્પુટરનો વિષય આવે.  અને પ્રેક્ટિકલ આવે એટ્લે મને મજા આવે. પણ મજા પ્રોગ્રામિંગ કરવાની નહીં પણ પ્રેક્ટિકલમાં કોમ્પુટરમાં પેઇન્ટ કરવાની, પિનબોલ, પત્તાની ગેમ રમવાની મજા આવે. પેઇન્ટમાં પણ મારૂ ડ્રૉઇંગ ફિક્સ જ હોય. ટીચર કઈ પણ દોરવાનું કે, મને બે જ વસ્તુ આવડે. એક તો કુદરતી દ્રશ્ય કે જેમાં પર્વત, ઊગતો સૂર્ય,નદી,નદી માં માછલી, હોડી, મંદિર, અને થોરના કાટા. અને બીજું શક્તિમાન.

એમાં થીયરી માં પણ બહુ કઈ સમાજ ના પડે. ટીચર બોર્ડ પર ભણાવે અને હું ને મારા દોસ્તારો છેલ્લી બેન્ચ પર બેસી મસ્તી કરીએ. અમે મસ્તી કરીએ એટ્લે ટીચર અમને મારવા ને બોલવા માટે પાછળ આવે. પણ અમારામાં એટલી આવડત સારી કે ટીચર પાછળ આવે એટ્લે ટોપિક બદલી જ નાખીયે. કઈ પણ કોમ્પુટરની ૩જી જ દુનિયાની વાત કરવા લાગી જઈએ. એવાંમાં મને દોસ્તારે કીધેલી વસ્તુ યાદ આવી કે ૧ - ૧ સૉફ્ટવેર ૫૦૦ કરોડમાં પણ વેચાય. મે ટીચરને પૂછ્યું તો એમને કીધું કે એના કરતાં પણ વધારે રૂપિયામાં વેચાય. ત્યારે મને પેહલી વાર સોફ્ટવેર લાઇનમાં રસ પડ્યો પણ પ્રોગ્રામિંગમાં નહીં(મને ત્યારે એ નહોતો ખ્યાલ કે સૉફ્ટવેર બનાવવા માટે પ્રોગ્રામીંગ કરવું પડે). કેમ કે મને તો લક્ષ્મીમાં પહલેથી જ રસ.

પરીક્ષામાં તો માર્કસ લાવતા આવડે. પ્રેક્ટિકલની પરીક્ષામાં દોસ્તાર નોટ માં દોરી ને બતાવે કે જો સ્ક્રીન આવી આવે. એમાં આ જગયાએ ક્લિક કરવાની, ફલાણું, ઠીકનું...અને પાસ અને.. એ પણ સારા માર્કસ સાથે...

મારા ઘરે તો કોમ્પ્યુટર હતું નહીં. દસમા ધોરણમાં ટ્યુશનથી સાંજે ૪:30 વાગે આવું એટ્લે મારા પાડોશી દોસ્તારના ઘરે કોમ્પુટર વાપરવા જતો. વાપરવા એટ્લે પેઈન્ટ કે પ્રોગ્રામીંગ કરવા નહીં પણ રોડરેશ રમવા. થોડા મહિના પછી એના ઘરે ઇન્ટરનેટ આવ્યું. બહુ કઈ ખ્યાલ એમાં નહોતો. પણ ધીરે ધીરે શિખતા એટલું ખ્યાલ આવ્યો કે ઇન્ટરનેટ માં બ્રાઉજર ખોલી ને www. કરી ને કઈ પણ લખી ને પાછળ .com લખી દેવાનું. કઈ પણ ખૂલી જતું હતું. પછી તો પેપર કે મેગેઝિનમાં થી ક્યાય પણ www. લખેલું હોય એ લખી ને સર્ચ કરતાં. કઈ પણ ખૂલે તો એ જોતાં ને વાંચતાં. એવામાં ઓરકુટ વિષે જાણવા મળ્યું. ઓરકુટ માં મારા દોસ્તારે ખાતું ખોલાવેલ હોવાથી એને મને મદદ કરી. ઓરકુટ માં ખાતું ખોલવા માટે મારે ગૂગલ માં ખાતું ખોલવાવવું પડ્યું. ત્યારે મને ગૂગલ વિષે ખ્યાલ આવ્યો. ત્યારથી દરરોજ ઓરકુટ પર ફ્રેન્ડ રેકવેસ્ટ મોકલતો અને દરરોજ કેટલા જણા એ ફ્રેન્ડ રેકવેસ્ટ સ્વીકારી એ જોવાની તાલાવેલી રહેતી. એ હોય શકે કે મે કદાચ કોમ્પુટર ને ફ્રેન્ડ રેકવેસ્ટ મોકલી હશે એમ કોમ્પ્યુટર વગર મને ફાવતું નહોતું.

હું ૧૧ વિજ્ઞાન પ્રવાહ માં એડ્મિશન લીધું. એંજીનિયર બનવા માટે. પણ કયો એંજીનિયર બનવું એ કઈ નક્કી નહોતું.(હું નાનો હતો ત્યારે તો મને એંજીનિયર એટ્લે એમ કે ટ્રેનનું એંજિન જે ચલાવે એને એંજીનિયર કહેવાય.). એવાંમાં મારા દૂરના બે ભાઈ ને વારાફરતી સોફ્ટવેર લાઇનમાં ઊંચા પગારની જોબ મળી. મને તો લક્ષ્મી દેખાઈ એ લાઇનમાં મજા આવે. પણ ઘરે કોમ્પ્યુટર હતું નહીં. પપ્પાને કીધું તો કે મારે હમણાં કોમ્પુટરનું શું કામ. એટ્લે મે કીધું ઘરે કોમ્પુટર તો જ આવસે જો હું સોફ્ટવેર લાઇનમાં જઈશ.  એટ્લે મે મારો અભિપ્રાય ઘરવાળાને આપી દીધેલો. ૧૨ માં હતો ત્યારે ટેન્શન આવ્યું કે સારા માર્કસ નહીં આવે તો કોમ્પુટર એંજીનિયરમાં જોબ નહીં મળે. મે સોફ્ટવેર લાઇન માં જવા માટે રિજલ્ટ આવ્યા પેહલા જ તપાસ ચાલુ કરતા ખબર પડી ત્યારે થયું કે કોમ્પુટર એંજીનિયરિંગ માં એડ્મિશન ના મળે તો બી.સી.એ કરી લઇશ. ૧૨ નું રિજલ્ટ આવ્યું. ૬૭ ટકા આવ્યા. તરત જે ચેક કર્યું કે કોમ્પુટર એંજીન્યરિંગ કરવું હોય તો કઈ કોલેજ માં એડ્મિશન મળે ચ્હે. બહુ ઓછી કોલેજ માં મળતું હતું અને એ પણ ઠીક સારી કોલેજ માં. મે બી.સી.એ, બી.એસસી આઈટી ની કોલેજ માં ફોર્મ ભરી દીધા. પણ નસીબ જોગે મને સુરત ની જ કોલેજ માં એડ્મિશન મળી ગયું.  એટ્લે ઘરે કોમ્પ્યુટર આવી ગયું.

પણ કોલેજ ઘરથી બહુ દૂર. લગભગ ૧૭ કિમી. રિક્ષા - બસ - રીક્ષા. એમાં પણ પેહલા સેમેસ્ટર માં તો કોમ્પ્યુટર ના એક પણ વિષય ના આવે. કંટાળો આવતો. હું જાવ-ના જાવ એવું. પેહલું સેમેસ્ટર તો એમ જ પતિ ગયું. પેહલા જ સેમેસ્ટર માં ૪ માં એટિકેટી આવી. હું તો ડરી ગયો. બીજા સેમેસ્ટર માં 
સી, સી++ કોમ્પ્યુટર નો વિષય આવતો. કોલેજ માં તો ખબર પડે નહીં. મે ટ્યુશન કર્યા. ધીરે ધીરે થોડું આવડવા લાગ્યું. મજા આવ્વા લાગી. પણ જ્યારે રિજલ્ટ આવ્યું ત્યારે ૨ સેમ માં ૩ માં એટિકેટી(ભલે સી,સી++ માં પાસ). સખત ડરી ગયેલો એ વખતે. ઘરે તો હું સામે થી કશું કહું જ નહીં. પણ રિજલ્ટ આવે એટ્લે મારા કજિન નો કોલ આવી જતો કે શું રિજલ્ટ આવ્યું. એ લોકો જ સામે થી પૂછી લેતા. હું રિજલ્ટ કઈ ને અંદર ના રૂમમાં જઇ ને કોમ્પુટર પર બેસી જતો.

૩જા સેમ માં બાઇક લીધી. બાઇક લઈ ને જતો. મારી જોડે મારો દોસ્તાર આવતો. એ મારા કરતાં હોશિયાર. ૩જા સેમમાં ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા સ્ટ્રક્ચર બધા ભારે વિષય આવતા. મને બહુ ખ્યાલ નહોતો આવતો. પણ સી,સી++ ના પ્રોગ્રામ બનાવ્યા રાખું. ઘરે પણ સી,સી++ ના જ પ્રોગ્રામ બનાવતો. એ જ વખતે ઘરે ઇન્ટરનેટ આવ્યું. પણ ઇન્ટરનેટની સ્પીડ ઘણી ઓછી. લગભગ ૬૦ કેબીપીએસ નો પ્લાન હતો. પણ ગૂગલ પર સર્ચ કરતાં કરતાં મે મારી પેહલી વેબસાઇટ ફ્રી હોસ્ટિંગમાં બનાવી. manan0shah.page.tl. ફ્રીમાં તૈયાર ટેમ્પ્લેટ મળી ગયું. ને  પછી તો કોલેજથી આવી ને ૭ વાગે જમીને હું કોમ્પુટર પર બેસી જતો. અને વેબસાઇટમાં નવા નવા વિષય પર લખતો રહેતો. મને તો એમ જ કે આવી રીતે જ વેબસાઇટ બનાવાય. એ વખતે હોસ્ટિંગ, ડોમેન કઈ ખ્યાલ નહોતો.ખાલી એચટીએમએલ આવડે. એક જ વસ્તુ ખબર પડે કે નવા નવા વિષય પર વેબસાઇટ માં લખતા રહેવાનુ. અને વેબસાઇટ મોટી બનવાની.

૫માં સેમ માં જાવા,ડોટ નેટ,પીએચપી ના વિષય આવ્યા ત્યારે ખબર પડી કે મને તો કશું આવડતું જ નથી. મે જે રીતે વેબસાઇટ બનાવેલી એ તો કોઈ પણ બનાવી શકે. ધીરે ધીરે મે મારા ભાઈઓને પુછ્યું કે આ બધી ભાષાઓ માથી કઈ ભાષા સાથે જવાય. એ બધા એમ જ કે કોઈ પણ ભાષા સાથે જવાય. પણ અંદર ઉતરી જઈને નવું નવું બનાવાનું. મને પીએચપી માં મજા આવતી. મે પીએચપી પસંદ કર્યું. પીએચપી માં મે લોકલી શીખવા માટે વેબસાઇટ બનાવી. મજા આવવા લાગી. મે વિચારી દીધું હતું કે આ ભાષામાં મજા આવે તો આ ભાષા સાથે જ આગળ જાશું.

૭માં સેમ માં હતો. ત્યારે મે પાછો ફેસબુક પર એક ગ્રૂપ માં સવાલ કર્યો કે કઈ ભાષા એમએનસી માં વધારે વપરાય. બધા અલગ અલગ કહેતા. પણ સૌથી વધારે જાવા અને ડોટ નેટ કમેંટ લખેલું હતું. જાવા માં તો મને ટપોય સમજ નહોતી પડતી. એટ્લે મે ડોટ નેટ વિચાર્યું. એમાં અમને ભણવા માં વીબી.નેટ આવતું હતું અને આવડતું હતું. મે ઘરે વીબી.નેટ ની પ્રેક્ટિસ શરૂ કરી. ડ્રેગ એન્ડ ડ્રોપ જ હતું એટ્લે મજા આવવા લાગી. મે વીબી.નેટ માં સૌથી પેહલા કેલ્ક્યુલેટર બનાવ્યું. પછી પ્રોગ્રામીંગ કરવાની મજા આવવા લાગી. મે વિચારી લીધું કે વીબી.નેટ માં જ આગળ જઈશ.
લાસ્ટ સેમ માં હતો ત્યારે મે .નેટ ના ક્લાસીસ કર્યા. એમાં મને એએસપી.નેટ અને સી# શીખવાડયું. ત્યાં એવું કીધું કે વીબી ના જમાના ગયા. હવે સી# જ બધી કંપનીઓ માં ચાલે છે. મારૂ ગ્રેજુએશન પતી ગયું. અને ક્લાસ પણ પતી ગયા. મે ૨-૩ ઇન્ટરવ્યૂ આપ્યા. પણ કઈ થયું નહીં. રિલેક્સ થવા માટે હું ગામ ગયો. દસ દિવસ પછી મમ્મી નો ફોન આવ્યો કે સુરત એક ઓળખાણ માં કપની છે એમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. એટ્લે હું બીજા દિવસે સુરત ગયો. અને ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યા જઈને ખબર પડી કે એમને આઇઓએસ ડેવલપર જોઈએ છે. અને એ પણ ૩-૪ વર્ષ નો અનુભવ જોઈતો હતો. પછી બીજી એક કપની માં પીએચપી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. એમાં પ્રેક્ટિકલ ટેસ્ટ લીધી એ ક્લિયર થઈ ગયું. પછી ૨ દિવસ પછી બીજી કપની (એબીસી સોફ્ટવેર(નામ બદલ્યું છે.)) માં .નેટ માટે ગયો.  ત્યાં પ્રેક્ટિકલ ટેસ્ટ લીધી. પછી ૨ દિવસમાં એબીસી સોફ્ટવેરમાથી ફોન આવ્યો કે હું સિલેક્ટ થઈ ગયો છૂ.


૧લી ઓગસ્ટ,૨૦૧૨ એ મે એબીસી સોફ્ટવેર જોઇન કરી. ત્યાં મને પહેલો ટાસ્ક આપ્યો કે કોઈ ગામ માં કોઈ ખેતર માં ઘઉં ઊગે તો લાલ રંગ, મકાઇ ઊગે તો પીળો રંગ થવો જોઈએ. એ ખેતર ની સરહદ જેવી હોય એવી જ આવવી જોઈએ. મે લગભગ ૧૫ દિવસ એના પર કામ કર્યું. પણ મારા થી ના બન્યું. પછી મને એ વેબસાઇટ ના વેબફોર્મસ ની ડીજાઇન કરવા આપ્યું. એ બધા ફોર્મસ ડીજાઇન કરી દીધા. ૧ મહિનો પતિ ગયો. પોલિસી પ્રમાણે ૧લા મહિનાની સેલરી ના મળે. એટલામાં સરે મને નવો પ્રોજેકટ આપ્યો. જેનું ૧૦% કામ થઈ ગયું હતું. પણ એ બધુ બરાબર નહોતું. એ પ્રોજેકટ હતો મેડિકલ એજન્સી મેનેજમેંટ સિસ્ટમ. એ ડેસ્કટોપ એપ્લીકેશન બનાવાની હતી. (મને એ વખતે ખ્યાલ નહોતો કે ડેસ્કટોપ એપ્લિકેશન ડેવલપર હવે બહુ ઓછી કંપની કામ કરે છે.) મે તો પ્રોજેકટ ચાલુ કર્યો. ક્લાયન્ટની જરૂરિયાત ને સમજી ને મે ડોકયુમેંટ વર્ક ચાલુ કર્યું. અને જે જૂનું કોડિંગ હતું એ સમજવાનું શરૂ કર્યું. લગભગ અડધો સપ્ટેમ્બર એમાં જ નીકળી ગયો. પછી મે પ્રોગ્રામિંગ ચાલુ કર્યું. મે જ્યારે આ કપની જોઈન કરી ત્યારે ત્યાં ૪ સોફ્ટવેર ડેવલપર હતા. અને હું પાચમો. એમાં ૧ જણે તો મારા ૧ મહિના પેહલા જ જોઇન કરી હતી. ૨ જણા પાર્ટ ટાઈમ આવતા હતા. અને ૧ જણને ૩-૪ વર્ષ નો અનુભવ હતો. મને શીખવાડવા વાળું કોઈ નહીં. હું બધુ ગૂગલ પર શોધીને જ કોડિંગ કરતો હતો. પછી મને ફાવટ આવવા લાગી. 

ઓક્ટોબર અડધો થયો ત્યારે વેબ પ્રોજેકટ આવ્યો. સરે કીધું કે આ અર્જન્ટ પ્રોજેકટ છે. ફટાફટ પતાવાનો છે. એટ્લે એમાં બધા એ થોડો થોડો સમય આપવાનો છે. તમારા મેઇન પ્રોજેકટ તો કરવાનો જ છે પણ જ્યારે ટાઈમ મળે એટ્લે આ પ્રોજેકટ પર ધ્યાન આપવાનું. મને વેબ નો કોર્સ કરેલો હતો એટ્લે વેબ ફોર્મ બનાવતા આવડતું હતું. પણ જ્યારે મે ફોર્મ બનાવાનું ચાલુ કર્યું ત્યારે સિનિયરો એજાક્સ, જેક્વેરી સાથે બનાવાનું કે. એમને એમનો બીજો પ્રોજેકટ આપી દીધો. કે આનો રેફરન્સ લઇને કર. પણ કઈ ખબર જ નઇ પડે. એજાક્સ ટૂલકીટ કઈ રીતે નાખવાની, કઈ રીતે વાપરવાની. ભારે સંઘર્ષ પછી થોડુ ઘણું આવડ્યું.


સાથે મેડિકલ વાળો સોફ્ટવેર બનાવાનું તો ચાલુ જ હતું. પણ એમની રીક્વાયરમેંટ પણ કોઈને ખબર ના પડે એવી હતી. મારા સર માટે આ બહુ મહત્વકાંક્ષી પ્રોજેકટ હતો. એ મેડિકલ એજન્સી માટે પ્રોડક્ટ બનાવીને વેચવા માંગતા હતા. હજી સુધી સરે કોઈ પ્રોડક્ટ બનાવી નહોતી. બીજી બધા પ્રોજેકટ પણ ટૂંકા સમયના હતા અને ઓછો નફો અપાવે એવા હતા. અને આ પ્રોજેકટના ક્લાયન્ટ એટ્લે રાધે એજન્સી. અને એમના માલિક શંકરભાઇ. શંકરભાઇ સ્વભાવે ઘણા મદદરૂપ હતા. મારો આ પેહલો પ્રોજેકટ હતો. એમાં શંકરભાઇ દરરોજ અડધો દિવસ અમારા ત્યાં આવે અને મને એમની રીક્વાયરમેંટ સમજાવતા જાય અને હું કોડિંગ કરતો જાવ. અને એ ટેસ્ટિંગ પણ કરી જ લેતા.


દિવાળીમાં અઠવાડીયાની રજા પછી અમે નવી ઓફિસે ગયા. અત્યારે સુધી એબીસી સોફ્ટવેર ઘરમાં જ ચાલતી હતી. નવી ઓફિસે સેટ થતાં અઠવાડિયું નીકળી ગયું. ડિસેમ્બર મહિનો આવી ગયો. હવે શંકરભાઇએ આ સૉફ્ટવેર એમના ત્યા એપ્રિલથી ચાલુ કરી દેવો હતો. એટ્લે એ ઘણી ઉતાવળ કરતાં હતા. હવે એ આખો દિવસ આવવા લાગ્યા. (એટ્લે હવે મે વેબસાઇટ વાળા પ્રોજેકટથી હતી ગયો. ખાલી મેડિકલ એજન્સીના સોફ્ટવેર પર જ ધ્યાન આપ્યું.) જોકે મને આ સોફ્ટવેર બનાવાની મજા આવતી હતી. એટ્લે એ અને હું મોડી રાત સુધી કામ કરતાં. મને મારા સર પણ ખીજવાતા કે આટલી બધી મોડી રાત સુધી નહીં બેસવાનું. સર કેહતા કે શંકરભાઇ તો પ્રોફેશનલ છે. એ તો કામ કરાવશે. પણ મને મજા આવતી હતી એટ્લે હું મોડી રાત સુધી કામ કરી લેતો. શકરભાઈ અને મારા સર બંને મારા કામથી ખુશ હતા. એવું મને લાગ્યું. 


હવે માર્ચ મહિનો આવી ગયો હતો. હજી ઘણા રિપોર્ટ્સ બાકી હતા. અને મેઇન એમને મેટ્રિક્સ પ્રિંટિંગમાં ઇન્વોઇસનું પ્રિંટિંગ કરવાનું હતું. જે હજી સુધી અમારી કપનીમાં કોઈએ કર્યું નહોતું. પછી મારો કલીગ એ પ્રિન્ટ માટેના આર એન્ડ ડી માં લાગી ગયો. અને હું મારૂ જે કામ કરતો હતો એ જ કરતો. ૩૦ માર્ચ સુધીમાં તો શંકરભાઇને જેટલું જોઈતું હતું તેટલું તૈયાર કરી નાખેલું. અને ૩૧ માર્ચે હું, મારો કલીગ અને સીર,મેમ શંકરભાઇની એજન્સી પર સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પહોચી ગયા. ત્યાં જઈને સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું અને જૂના ઇનવોઇસ નાખીને ચેક કરી જોયુ. 

૧લી એપ્રિલ. સવારે હું ૮ વાગે પહોચી ગયો. મારે હવે ૧ મહિનો ક્લાયન્ટ સાઇડ જ રહેવાનુ હતું. અને આ પ્રોજેકટ મારો પેહલો પ્રોજેકટ હતો અને હું પૂરેપૂરો આ પ્રોજેકટ સાથે ડેડીકેટેડ હતો. બીજો કલીગ તો પાર્ટ ટાઈમ હતો. એટ્લે એ તો સાંજે આવાનો હતો. દસ પીસી પરથી ઇન્વોઇસ એક સાથે ફટાફટ ઇન્વોઇસ બનતા જાય. લગભગ કલાક માં તો ૧૦૦ ઇનવોઇસ બની જાય. મારે હવે કોઈ પ્રોબ્લેમ આવે એ જ જોવાનું હતું.  મારો આ પેહલો પ્રોજેકટ હતો એટલે થોડો ડર હતો. હું એકલો કેવી રીતે હેન્ડલ કરી શકીશ. પણ સર અને મેમ મને આશ્વાસન આપતા. અમારી ઓફિસવાળું મારૂ પીસી ક્લાયન્ટ સાઇડ જ મૂકી દીધું. હવે મારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તરત જ સુધારીને નવી ફાઇલ મૂકવી પડતી. કેમ કે એમને થોડી વાર માટે પણ સૉફ્ટવેર અટકે એ ના ચાલે. દરરોજ સાંજે સ્ટોક સૉફ્ટવેર ના રિપોર્ટ માં અને ફિજીકલી અલગ બતાવે. મે રિપોર્ટની ક્વેરી બરાબર કરવાની ઘણી કોશિશ કરી. પણ રિપોર્ટ માં ના થયું. અને મારા મેમ પણ પહલુ અઠવાડિયું વ્યસ્ત હતા. એટ્લે એ મને મદદ ના કરી શક્યાં. એટ્લે મે એક સ્ટોરડ પ્રોસીજર બનાવેલી હતી. જે રન કરીએ એટ્લે સ્ટોક બરાબર થઈ જતો. દરરોજ સાંજે આ પ્રોસીજર રન કરવી પડતી. અને આ પ્રોસીજર રન થતાં લગભગ 2 કલાક થઈ જતો. પછી મેમે એ ક્વેરી સુધારી. એટ્લે પછી સ્ટોક બરાબર આવતો થઈ ગયો. મહિનો ત્યારે રહ્યો અને કઈ પ્રોબ્લેમ હોય એ સુધારતો અને નવી જે રીકવારયરમેંટ હોય એ કરતો.  પછી બરાબર ચાલતો થયો પછી હું પાછો મારી ઓફિસે આવી ગયો. અને ત્યા આવી ને આગળ આ પ્રોજેકટ માં બધા નવા રિપોર્ટ અને ફોર્મ્સ બનાવ્યા. (સરને મારુ કામ ગમી ગયેલું એટ્લે મને દર મહિને થોડા વધારે પૈસા આપતા. જે ખાલી મને અને સરને જ ખબર હતી. બાકી આમ તો અમારે ત્યારે પગાર વધારો ઓગસ્ટ માં થાય.)

આમ તો આ પ્રોજેકટમાં નવરાશ નહોતી મળતી. પણ કંટાળો આવે એટ્લે બીજા કલીગ ને કઈ પ્રોબ્લેમ આવતો હોય એ સોલ્વ કરતો. ઓગસ્ટ મહિનો આવ્યો. અને થોડો પગાર વધારો મળ્યો. હવે વિચાર આવ્યો કે હવે નવી કપની શોધવાની ચાલુ કરવી પડશે. હવે મેડિકલ પ્રોજેકટમાં કંટાળો આવવા લાગ્યો. સરે બીજો પ્રોજેકટ આપ્યો. એમાં 3 જણા હતા. હવે મજાની વાત એ હતી કે એ પ્રોજેકટ ડેસ્કટોપ એપ્લિકેશનનો હતો. હવે આ પ્રોજેકટ માં 1 સીનિયર હતી. જેને મને વેબ પ્રોજેકટ માં મદદ નહોતી કરી. અને એને ડેસ્કટોપ એપ્લિકેશન બનાવતા નહોતું આવડતું. હવે વારી મારી હતી. જોકે 1 વર્ષમાં અમે મિત્રો તો થઈ જ ગયેલા. પણ બદલો એ બદલો. મે પણ એને ડેસ્કટોપ એપ્લિકેશન બનાવવામાં મદદ ના કરી. એને સરને કીધું છતાં પણ બદલો એ બદલો. ઉલ્ટાની મે સામે ફરિયાદ કરી નાખી. ત્યારથી અમે બે વચ્ચે દોસ્તી તૂટી ગઈ. સરે તો આનો લાભ ઉઠાવી કંપની માં પોલીટીક્સ ચાલુ કર્યું.  એટ્લે ઓફિસ માં હવે કામ કરવાની મજા પણ નહોતી આવતી. હવે બીજી કંપની શોધવાનું ચાલુ કરવાનો વિચાર આવ્યો. આ કંપનીમાં જોડાયા પછી મે એક પણ કંપનીમાં ઇન્ટરવ્યૂ નહોતું આપ્યું.

હવે બીજી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનું ચાલુ કર્યું. કે કંપનીમાં જાવ ત્યાં એક એએસપી.નેટ, જેકવેરી, જાવા સ્ક્રીપ્ટ અને પછી સી.# અને પછી ડેટાબેસ વિષે પૂછે. પણ મે તો વેબ માં કામ જ નહોતું કર્યું એટ્લે મને વેબનું કશું આવડતું જ નહીં. પછી એએસપી.નેટ ના કંટ્રોલસ ના ઉદાહરણ કરી ને જતો. પણ ત્યાં જેકવેરી, એજાક્સ, જાવા સ્ક્રીપ્ટ પૂછે. એ બધુ કઈ આવડે નહીં. હવે ટેન્શન થવા લાગ્યુ. મે સર અને મેમ ને રિકવેસ્ટ કરી કે મને હવે ડેસ્કટોપ એપ્લિકેશનની બદલે વેબ નો પ્રોજેકટ આપો. એમને ૨ નવા પ્રોગ્રામર લીધા હતા. મારે એમને ટ્રેનિંગ આપવાની હતી. અને હવે એમાથી ૧ જણને મારો મેડિકલ વાળો પ્રોજેકટ સમજાવ્યો અને એને એમાં જે  નવા ફોર્મ બનાવવા આપવાના હતા તે નવા ફોર્મ્સ બનાવવા આપ્યા. અને મને એક વેબ પ્રોજેકટ આપ્યો. જે મારે પણ સમજવાનો અને અને પેલા નવા આવેલાને પણ સમજવાનો. પણ એ પ્રોજેકટ એવો હતો કે એમાં વેબ ટેક્નોલોજી વિષે એટલું બધુ શીખવા નહોતું મળતું. કેમ કે એમાં મેઇન તો ગણતરી હતી. બધા ફોર્મ્સ એક જેવા જ હતા. પણ બધા માં ગણતરી અલગ અલગ હતી.

દિવાળીમાં અઠવાડીયાનું વૅકેશન હતું. મામા મારા ઘરે આવેલા. એ ડાયમંડ કંપનીમાં મુંબઈ કામ કરતાં હતા. એ કંપનીમાં જે સોફ્ટવેર બનાવતુ તે કંપનીના હેડનો કૉન્ટૅક્ટ નંબર મામા એ આપ્યો, અને વાત કરવાનું કીધું, મે વાત કરી. એમને કીધું કે એમને સમય મળશે એટ્લે એ મને કોલ કરશે. મે ૨ અઠવાડીયા રાહ જોઈ. પણ કોઈ કોલ ના આવ્યો. મે પાછો કોલ કર્યો. તો એમને મને ૩ ડિસેમ્બરે મને બોલાવ્યો. મે ૩ ડિસેમ્બરે કંપનીમાં આખો દિવસ ઇન્ટરવ્યૂની તૈયારી કરી. પછી સાંજે ૪ વાગે સિક લીવ લઈ ને ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં લગભગ પોણો કલાક તો બેસી રહ્યો. પછી સરે અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો(ત્યાં એચઆર જેવુ કોઈ હતું જ નહીં. ડાયરેક્ટ પર્સનલ ઇન્ટરવ્યૂ જ હતું.) . ઇન્ટરવ્યૂ માં થોડા પ્રશ્નો આવડયા. પછી એમને કીધું કે એ તને કોલ કરવામાં આવશે. પછી અઠવાડીયા માં કોલ ના આવતા મે પાછો કોલ કર્યો. એમને રવિવારે મને પ્રેક્ટિકલ ટેસ્ટ લેવા બોલાવ્યો.

હું રવિવારે પ્રેક્ટીકલ આપવા માટે બોલાવેલા સમયે ૧૦:૦૦ વાગે પહોચી ગયો. ત્યાં ગયો તો ખબર પડી કે સરને આવતા હજી ૧૧.૦૦ વાગશે. સરના ભાઈ બેઠા હતા. એમને થોડી પૂછ પરછ કરી. સર ૧૧.૩૦ વાગે આવ્યા. પછી બીજો એક સીનીયર મહેશ આવ્યો. એને મને પ્રેક્ટીકલની ટેસ્ટ વિષે સમજાવ્યું. અને ૧ કલાક નો સમય આપ્યો. પ્રેક્ટીકલ માં ટ્રેનનું ટાઈમ ટેબલ બનાવવાનું હતું અને સી# અને એસ.ક્યુ.એલ સર્વર વાપરી ને ડેસ્કટોપ એપ્લીકેશન બનાવવાની હતી. જેમાં એ જ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સર્ચ થવું જોઈએ. મને આવડતું હતું. હું વેલિડેશન સાથે કરતો હતો. એટલામાં સર ૨-૩ વાર આવી ગયા અને પૂછતા ગયા કે થઇ ગયું કે નહિ. મેં કીધું કે સર વેલિડેશન સાથે ટાઈમ તો લાગે જ ને. તો એમને કીધું કે એમને તો ખાલી સેંર્ચ થાય તો પણ બહુ છે. મેં કીધું એ તો થઇ ગયું છે. તો એમને અને મહેશ ચેક કરી લીધું. પછી મને અંદર ઓફીસમાં બોલાવ્યો. પછી એમને કીધું કે એ ફોન કરશે. (હવે મને ખબર હતી કે કંપનીવાળા ફોન કરવાનું કહે એટલે એનો મતલબ શું થાય?). ૩-૪ દિવસ માં એમનો ફોન ના આવતા મેં ફોન કર્યો. એમને મને પાછો મળવા માટે બોલાવ્યો. હું મળવા માટે ગયો. તો એમને મને હા પાડી. અને કંપનીના નિયમોથી વાકેફ કર્યા. અને મને કીધું કે એ મને એમના ક્લાયન્ટ(ફાઈવસ્ટાર ડાયમંડ)ના ત્યાં જ બેસવાનું છે અને એમના માટે જ સોફ્ટવેર બનાવવાનો છે.
પછી એમને મને પગાર વિષે પૂછ્યું. મેં કીધું મને અત્યારે મહીને ૧૦ હજાર આપે છે. એમને મને કીધું કે મને ૧૩ હજાર આપશે અને પછી જુન માં વધારી આપશે. કેમ કે ફાઈવસ્ટાર ડાયમંડ માં જુન માં પગાર વધારો થાય છે. મારે જૂની કંપનીમાંથી નીકળવું જ હતું એટલે મેં હા પાડી. એટલે એમને કીધું કે ૧-જાન્યુઆરી-૨૦૧૪ થી જોઈન થવાનું કીધું.

હવે મારે આ વાત મારી જૂની કંપનીમાં કરવાની હતી. કઈ રીતે કહેવું એ ખબર નહોતી પડતી. કારણ કે પેહલી જ વાર હું કોઈ કંપની છોડતો હતો. મેં ૩-૪ દિવસ સુધી વાત કોઈને કીધી નહોતી. કેમ કે આમ પણ મારા બંને જુનિયર વચ્ચે ઝગડો ચાલતો હતો. જે ના કારણથી ઓફીસનું વાતાવરણ એકદમ તંગ બની ગયેલું. મેં મારા સીનીયર સાથે વાત કરી કે રાજીનામાંની વાત કઈ રીતે કરવાની. પછી હું બપોરે લંચ લેવા ઘરે ગયો એ પેહલા મેં  સર અને મેમ ને વાત કરી દીધી. સર અને મેમે વાત સીરીયસ ના લીધી. અને મજાક માં કીધું. બહુ સારું, જા. અને એ એમના કામ માં લાગી ગયા. અને હું પણ લંચ લેવા જતો રહ્યો. અને આવીને મને સર અને મેમે અંદર એમની કેબીન માં બોલાવ્યો. હું ગયો. એમણે મને એક વાત પૂછી કે મેં અને મારી જુનીયરે રાજીનામુ આપવાનો પ્લાન કરેલો કે શું?. પછી મને ખબર પડી કે હું લંચ લેવા ગયો ત્યારે મારી એક જુનિયરે રાજીનામું આપી દીધું.

પછી ૨-૩ દિવસ પછી હું પાછો રાજીનામાંની વાત કરવા ગયો. ત્યારે તેમને મારી સાથે ગંભીરતાથી વાત કરી કે કેમ છોડવી છે વગેરે વગેરે. તો મેં કીધું કે પગાર ઓછો છે, અને નવી કંપનીના ઘણા ક્લાયન્ટ મુંબઈના છે. એટલે મારે મુંબઈ જોબ કરવા જવાનું સરળ થઇ જાય. તેમને મને ફરીથી વિચારવાનું કીધું અને ૨-૩ દિવસની અંદર ફરી જવાબ આપવાનું કીધું.

મારે વિચારવાનું કશું હતું જ નહિ. પણ તો પણ હવે પાછુ હું કઈ રીતે ના પાડું એ ખબર નહોતી પડતી. અને પછી હું પાછો જવાબ આપવા ગયો જ નહોતો. મારા સીનીયર પણ મને પૂછતા હતા અને ના છોડવા માટે સમજાવતા હતા. મેં મારો નિર્ણય એ જ રાખ્યો.  અને એ છેલ્લો મહિનો મારા માટે બહુ ખરાબ રહ્યો હતો. નાની કંપનીમાં છેલ્લો મહિનો એટલે જતા કર્મચારીને હેરાન કરવાનો. ઓફિસ જે છેલ્લા એક વર્ષથી હું ખોલતો હતો અને એ ચાવી મારી પાસેથી બીજા કર્મચારી પાસેથી પડાવી લીધી. એમને હવે મારા પર વિશ્વાસ પણ ના રહયો એવું દેખાડવા લાગ્યા.અને મને એકલા ને બીજા કેબીનમાં બેસાડી દીધો જે નવા કર્મચારી હતા તેમની સાથે. જેમની સાથે ૧.૫ વર્ષથી કામ કરતો હતો તેમનાથી દુર કરી દીધો. મેં છેલ્લા દિવસ જેમ તેમ કાઢ્યા હતા. મારા જુનિયરનું પણ પરફોર્મન્સ પણ સારું નહોતું. એ આખો દિવસ એ જ વાતો કરતો હતો. છેલ્લો દિવસ હતો. સર અને મેડમે અમને બધાની પાર્ટી આપી. અને મેં પણ છેલ્લે દિવસે તેમેની પાર્ટી પાછી આપી. અને છેલ્લા દિવસે પણ હું જ સૌથી છેલ્લો ગયો. બધું કામ પતાવીને હું છેલ્લે ઓફિસેથી નીકળ્યો. મેં તો પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કામ કરેલું.

ફાયરસોફ્ટ સોલ્યુશન :

૧,જન્યુઆરી,2014થી મારે આ કંપનીમાં જવાનું હતું. પણ એ દિવસે અમાસ હોવાથી મને ઘરેથી ના પાડી. મેં સર ને આજીજી કરી કે હું ૨જી તારીખથી આવું તો ચાલે. તો સરે મજાકમાં કીધું વાંધો નહિ એ સમજી શકે છે કે ૩૧ની ઉજવણીને કારણે ૧લી ઉઠવામાં મોડું થશે. મેં કીધું એવું કાઈ નથી. સર મારા મેહસાણાના અને નામ  જયસુખ પ્રજાપતિ.

ઓફીસનો સમય હતો ૯:૩૦ થી ૬:૩૦. હું પેહલો દિવસ હતો એટલે સમયસર પહોચી ગયો. હું લગભગ એક કલાક કોઈક મશીન પર બેસ્યો. પછી મને સરે એમના કેબીનમાં બોલાવ્યો અને કીધું કે જે રીતે અમારી વાત થઇ હતી તેમ મારે ડાયમંડ કંપનીમાં સોફ્ટવેર વિભાગમાં કામ કરવાનું હતું. સરે મને ત્યાંનું સરનામું આપ્યું અને તન્મયભાઈને મળવાનું કીધું. મેં આ પેહલા ડાયમંડ કંપની જોઈ જ નહોતી. મનમાં ડાયમંડ કંપની વિષે ખરાબ વિચારો હતા. ક્યાં સોફ્ટવેર કંપનીની ઓફીસ અને ક્યાં ડાયમંડ કંપનીની ફેક્ટરી. ફેક્ટરી એટલે અવાજ અને ઘોઘંટ. હું ત્યાં જવા નીકળ્યો અને નીચે પહોચ્યો ત્યાં જ જયસુખભાઈ નો ફોન આવ્યો અને મને ઉપર બોલાવ્યો. અને મને આજે ત્યાં જવાની નાં પાડી. અને કાલે જવાનું કીધું. હું આખો દિવસ કોમ્પ્યુટર પર બેઠો. ઈન્ટરનેટ પર સમય પસાર કર્યો. અને ૬.૩૦ વાગવાની રાહ જોતો હતો. જેવો જવાનો સમય થયો ક તરત જ હું નીકળી ગયો. બીજા દિવસે પાછો ઓફીસ ગયો. એમને કીધું ૨-૩ દિવસ તું અહિયાં જ આવજે. મેં કીધું સારું. અને હું અહિયાં જ આવતો હતો. એ જ  કરવાનું ઈન્ટરનેટ પર સમય પસાર કર્યો. આમ ૧૦ દિવસ થઇ ગયા. ત્યાં સુધી બીજા કર્મચારીથી કંપનીના રીવ્યુ સાંભળ્યા. જે ઘણા ખરાબ રીવ્યુ હતા. મેનેજમેન્ટ પણ બરાબર નથી, વગેરે વગેરે. મેં ફરી સર સાથે વાત કરી કે સર કઈ કામ પણ નથી તો મને કઈ સમજાતું નથી. અહિયાં હું આવીને આખો દિવસ બેસી રહું છુ. ઈન્ટરનેટ પર પણ કોઈ કેટલું બેસી શકે. એવું હોય તો કામ આવે ત્યારે હું આવું. એમને કીધું કે નાં ના એવું નથી, કામ તો બહુ છે પણ અત્યારે એમને ટેન્શન એટલું છે કે એ મને કયું કામ આપી શકે એ નથી વિચારી શકતા. પછી વચ્ચે ઉતરાણની બે દિવસની રજા આવી. ત્યારે ખબર પડી કે જો કોઈ વધારાનાં દિવસની રજા હોય તો રવિવારે ઓફિસ ચાલુ જે મેં પેહલી જ વાર ક્યાય જોયું. મને વીસ દિવસ પછી કામ મળ્યું. મારે દેવએક્સપ્રેસના ટૂલ વાપરીને સોફ્ટવેર બનવાનું હતું. મેં પેહલા ક્યારેય ૩rd પાર્ટી ટૂલ વાપર્યું નહોતું. મેં શીખવાનું શરુ કર્યું અને એમને આપેલું કામ ૪ દિવસ માં પતી ગયું.પાછો નવરો થઇ ગયો. ૩-૪ દિવસ નવરો જ બેસી રહ્યો. સરને કહું તો કે એમ.એસ.ડી.એન ની વેબસાઈટ પર જઈ કઈક નવું શીખ. મેં કીધું હવે કેટલું નવું શીખું. છતાં પણ કોઈ કામ ના મળતા મેં વાચવાનું અને ટેસ્ટ પ્રોગ્રામ બનાવીને શીખવાનું ચાલુ કર્યું. અઠવાડિયા પછી મને કામ આપ્યું. તે પણ અઠવાડિયા માં પતાવી દીધું.

ફેબ્રુઆરીના બે અઠવાડિયા પતી ગયેલા. હું પેહલા પગારની રાહ જોતો હતો. બીજા કર્મચારી જોડે થી જાણવા મળ્યું કે અહિયાં તો પગાર દર વખતે મોડો જ થાય છે. મને થોડું ટેન્શન હતું. લગભગ ૨૦ તારીખની આજુબાજુ મને પેહલો પગાર મળ્યો. અહિયાંનું મેનેજમેન્ટ પણ મને બરાબર ના લાગ્યું.

મેં સર ને વાત કરી કે તમે મને ડાયમંડની કંપનીમાં મોકલવાના હતા તો તેનું શું થયું. તેમને કીધું કે મારે ત્યાં જ જવાનું છે પણ હજી વાર છે. થોડું ત્યાં વ્યવસ્થિત રીતે થઇ જાય પછી મને ત્યાં મોકલશે. ત્યાં ઘણું કામ છે. ખરેખર તને ત્યાં માટે જ લીધેલો હતો. એટલે તારા માટે અહિયાં કામ નથી. ત્યાં મને ઘણું કામ મળશે. પછી હું કાઈ બોલતો જ નહોતો. કામ પણ અહિયાં આવે તો ૧-૨ દિવસ જેવું આવે પછી ૧ અઠવાડિયું બેસી રહેવું પડે. મને કંપનીમાં આવાનું મન પણ નહોતું. પણ મને ઓળખાણથી લાગી નોકરી છોડવી કઈ રીતે?  હું જાણી જોઈ ને મોડો જ જતો ૧૫-૨૦ મિનિટ મોડો જ જતો. હવે એ પણ સર ને પસંદ નહોતું. સર કહે કે સમયસર જ આવાની જ ટેવ પાડવાની. પણ હવેથી હું સરની કોઈ વાત નહોતો સાંભળતો. મને ફેબ્રુઆરીની લગભગ ૧૫-૧૭ તારીખ જેવો પગાર મળ્યો. મને કંપની છોડવાનું મન થતું હતું. હવે મેં વિચાર્યું કે આમ પણ ફેબ્રુઆરીનો પગાર આવી ગયો પણ માર્ચના ૨૦ દિવસનો પગાર નહિ મળે એ બીક થી નોકરી નહોતો છોડતો. પણ પછી વિચાર આવ્યો કે જો આમ જ ચાલ્યા રાખશે તો માર્રું કઈ નહિ થાય. છેવટે ૨૧-માર્ચે હું સાંજે ૪ વાગે ઘણો ગુસ્સો આવતા સરને મેં પ્રેમથી કીધું કે મારે સંબધીના ત્યાં જવાનું છે. પરમદિવસે આવીશ ઓફીસ. તો મારે હમણાં રજા જોઈએ છે. મેં સર ને સમજાવ્યા કે મારે હમણાં રજા જોઈએ છે એટલે જોઈએ છે. આમ પણ સરને ખબર છુ કે હું નારાજ છું એટલે મને રજા આપવા વગર છુટકો જ નથી. મારે ક્યાય જવાનું નહોતું. મેં વિચારી દીધું હતું કે મારે હવે ઓફીસ જવું જ નથી.

મેં ઘરે આવીને બધી વાત કરી. મેં આ નિર્ણય લીધો છે. મમ્મી-પપ્પાને ને કઈ વાંધો નહોતો. ખાલી બીજી નોકરી ના લાગે ત્યાં સુધી ચાલુ રાખવા કીધું. મેં કીધું કે જો હું ઘરે હોઈશ તો ઈન્ટરવ્યું માટે તૈયારી કરી શકીશ. એમને કીધું સારું. અને બધી વાત કર્યા પછી સુરત માં જેટલી જગ્યાએ ડોટ નેટ માટે ઓપેનીંગ હતી બધે જ અરજી કરી નાખી. અને મારું નસીબ સારું એટલું કે મને બીજા દિવસે ઈન્ટરવ્યું માટે બોલાવવામાં પણ આવ્યો અને ૨ કંપનની માં ઈન્ટરવ્યું પણ આપ્યું. પણ એમાં જેક્વેરી, એજાક્ષ, જાવા સ્ક્રીપ્ટ વગેરે મને આવડતું નહોતું અને ઈન્ટરવ્યુંમાં તો એ બધું જ પૂછે. એટલે એમાં કઈ મેળ પડ્યો નહિ. શનિવારે ફરી બે કંપનીમાં ઈન્ટરવ્યું આપવાનું થયું. એમાં પણ એજ બન્યું. મને વિચાર આવ્યો કે જોશ માં ને જોશ માં છોડી તો દીધી. પણ નોકરી તો મળતી નથી.

સર નો શનિવારે ફોન આવ્યો પણ મેં ઉપાડ્યો જ નહી.સરે ઘણા ફોન કર્યા પણ એક પણ ફોન ના ઉપાડ્યા. સરે રવિવારે પણ ઘણા ફોન કર્યા. મેં ઉપાડ્યો જ નહિ.અને સોમવારે પણ એવું જ કર્યું. સરે મારા મામાને ફોન કર્યો. મામાનો મારા પર ફોન આવ્યો કે શું થયું, ઓફીસ કેમ નથી જતો. મેં વિગતે વાત જણાવી. એમને કીધું કે જે હોય તે જયસુખભાઈ સાથે વાત કરી ને પતાવટ કર. છેવટે મેં સરને સામેથી ફોન કરી. સરે મને ઓફીસ આવવા કહ્યું અને જે પણ પ્રોબ્લેમ હોય તે પતાવટ કરી આપવાની ખાતરી આપી. અને કામ આપવાની વાત કરી.

હું બીજા દિવસે ઓફીસ ગયો. સરે મારી સાથે વાત કરી. અને કીધું કે આવું બીજી વાર નહિ કરતો. આપણી પાસે ઘણું કામ છે. તને આજે જ ડાયમંડની કંપની માં મોકલું છુ. અને તારે કાલથી ત્યાં જ જવાનું છે. મને ત્યાંનો સમય અને નિયમો કીધા. સમય હતો ૯.૦૦ થી ૭.૦૦ અને સોમવાર થી શનિવાર. અને રવિવારે કામ હોય તો જવાનું(પછી ખબર પડી કે કામ હોય એટલે એક છોડી ને એક રવિવાર અડધો દિવસ જવાનું. એ અલગ વાત હતી કે રવિવાર નો પગાર અલગ મળે પણ જવાનું ફરજીયાત.).

હું બીજા દિવસે સીધો જ ડાયમંડવાળી ઓફિસે પહોચી ગયો. સવારે ૮:૩૦ જેવો હું પહોચી ગયો. અને અંદર ગયો તો મેં જે ડાયમંડની ઓફીસ વિષે વિચારેલું તેના કરતા તદ્દન અલગ હતું.  ફુલ ફર્નીશડ હતું. અંદર જઈને તન્મયભાઈ ને મળ્યો. અને ત્યાં બેઠો પેહલો દિવસતો એમ જ બેઠો. એટલામાં ૯:૩૦ વાગ્યા જેવા જયસુખભાઈ આવ્યા. અને તન્મયભાઈને કીધું કે આને કામ આપવાનું છે. મને મનમાં હસવું આવ્યું. અને જયસુખભાઈ લગભગ ૧૧:૩૦ વાગયે ત્યાંથી તેમની ઓફિસે ગયા. ત્યાર પછી મને કામ મળ્યું. ત્યાં તેમના સોફ્ટવેરમાં કન્ટ્રોલસ પણ તન્મયભાઈએ જાતે બનાવેલા હતા. એજ વાપરવાના હતા. એટલે એમાં કઈ રીતિ કામ થાય તે શીખવાનું ચાલુ કર્યું. અને ધીરે ધીરે કામ વધતું ગયું. પણ મને ૯:૦૦ થી ૭:૦૦ કામ થી થાકી જતો. તેથી પેહલા ૨-૩ અઠવાડિયામાં માંદગીના નામે ઘણી રજા પાડી અને ઈન્ટરવ્યું આપવા માટે જતો. પણ કઈ નાં થયું. પછી સરે જેમ કીધેલું મને કે મારો જુન માં પગાર વધશે કેમ કે આ ડાયમંડ કંપનીમાં જુનમાં પગાર વધારો આવે છે. એ વિચારીને પછી હું ઈન્ટરવ્યું આપવાનું બંધ કર્યું. અને જુન સુધી રાહ જોઈ. જુન માં મને લાગ્યું કે પગાર વધી જશે. પગાર મને ધામેલીયા ડાયમંડ કંપની આપતા હતા કેમ હું જે પ્રોજેક્ટ પર કામ કરતો હતો તે એક પ્રોડકટ સોફ્ટવેર હતો તે ખાલી આ કંપનીને ધ્યાનમાં રાખી ને જ બનાવાની હતી. પછી બની ગયા પછી બીજી કંપનીઓમાં વેચવાની હતી. પણ અમારે જે કઈ પણ ઈશ્યુ હોય તે બધા જયસુખભાઈ ને કેહવાના અને જયસુખભાઈ ફાઈવસ્ટારવાળા શેઠ સાથે વાત કરે.

જુન મહિનો આવતા જ મેં અને બીજા સાથી કર્મચારીઓએ પગાર વધારા માટે જયસુખભાઈને વાત કરી. જયસુખભાઈ પણ દરરોજ બહાના બતાવીને જતા રેહતા. ધામેલીયા ડાયમંડ વાળા શેઠનું નામ નૈનેશભાઈ ધામેલીયા. તે મૂળ પાટીદાર કાઠીયાવાડી. હવે ડાયમંડ કંપનીમાં રફ લેવા માટે વિદેશમાં જવું પડતું જે નૈનેશભાઈ જ લેવા જાય અને આ કંપનીમાં કોઈ પણ નિર્ણય એમના પૂછ્યા વગર ના લેવાય. એટલે જયસુખભાઈ એ પણ બહાના બનાવતા હતા કે નૈનેશભાઈ આવે એટલે વાત કરીશ. એમ કરતા કરતા  દિવાળી આવી ગઈ એટલે કે નવેમ્બર મહિનો. જુલાઈ સુધી પગારવધારો ના મળતા મેં પાછુ ઈન્ટરવ્યું આપવાનું ચાલુ કરેલું પણ ક્યાંય મેળ પડ્યો નહોતો. મારો પગાર વધારો થયો અને પગાર ૨૨૦૦૦ થયો. અને જુનથી નવેમ્બર મહિનાનો જે પગારવધારો હતો તે મળી ગયો. અને સાથે દિવાળીનું ૧૦% લેખે બોનસ પણ આપ્યું પણ ડાયમંડ ઉદ્યોગ માં દિવાળીની રજાઓનો પગાર નથી મળતો. એટલે દિવાળીની રજાનો પગાર કાપીને દિવાળીનું બોનસ આપે છે એવું જ થયું.

ઓગષ્ટ મહિનાંની વાત કરું તો ઓગષ્ટમાં તેહવારોના કારણે રજા ઘણી આવતી હતી. બધા રાહ જોવે એમ હું પણ ઓગષ્ટ મહિનાની દર વર્ષની જેમ રાહ જોતો હતો. પણ અહિયાં તો ઓગષ્ટ મહિનો કાઢવો ઘણો મુશ્કિલ લાગતો હતો. કેમ અહિયાં દિવાળી સિવાય કોઈ રજા મળતી નથી. અને જો કોઈ તેહવારની રજા હોય તો એની બદલે રવિવારે ચાલુ. એટલે ગામ આખું તેહવારોની રજા માણતો હોય ત્યાંરે અમારે કામ કરવાનું. એટલે અહિયાં ઓગષ્ટ મહિનો એટલે નરકમાં કામ કરવા જેવું હતું.


હવે ધીરે ધીરે આ કંપનીમાં ફવડાવવાની કોશિશ કરી. અને મેં વિચાર્યું કે હવે શાંતિથી એએસપી.નેટ, જાવા સ્ક્રીપ્ટ, જેક્વેરી, એજાક્સ બધું શીખી લવ, પછી જ ઈન્ટરવ્યું આપવા માટે જાવ. એટલે ઓફીસમાં જ જયારે જયારે કામ ના હોય ત્યારે આ બધાના વિડીયો ડાઉનલોડ કરતો. કેમ કે અહિયાં ઈન્ટરનેટની સ્પીડ પણ સારી હતી. અને ઘરે જઈ ને દરરોજ ૧ કલાક બેસીને આ બધું શીખવાનું ચાલુ તો કર્યું પણ ૧ અઠવાડિયા કરતા વધારે રૂટીન ચાલ્યું નહિ કેમ કે થાક એટલો લાગેલો હોય અને ઉપરથી ઘરે જઈને પણ કોમ્પ્યુટર પર બેસી જઈએ એટલે ઘરવાળાને પણ સારૂ નાં લાગે. એટલે એ છોડી દીધું. અને એમનેમ  જ ઈન્ટરવ્યું આપવાનું ચાલુ કર્યું. હવે લાગ્યું કે સુરત માં કઈ થાય એવું નથી એટલે સુરતની બહાર અમદાવાદ, બરોડા, મુંબઈ ઈન્ટરવ્યું આપવાનું ચાલુ કર્યું. પણ ત્યાં પણ કઈ મેળ પડ્યો નહિ. ઘરવાળા ઈન્ટરવ્યું વિષે પૂછે તો જવાબ આપતા પણ શરમ આવવા લાગે.

અહિયાં કામ માં પણ કોઈ મેનેજમેન્ટ વગરનું હતું. ક્યારેય પણ કોઈ પણ કામ આપી દે. હજી એક કામ બાકી હોય ત્યાં જ બીજું કામ ચાલુ કરવાનું કહી દે અને ચાલુ કામ પછી કરવાનું કહે. આવા ચાલુ કામ તો હજી એમ ને એમ જ પડી રહ્યા હોય છે અને ૨-૩ મહિના પછી યાદ કરાવે કે આવું આપણે બનાવેલું છે તેનું....ત્યારે હું કહું કે એ કામ તો તમે બીજું કામ આપેલું એટલે એ છોડી દીધેલું. તો કે કે એવું નહિ કરવાનું ચાલુ કામ પતાવી જ દેવાનું. પકડમાં જ નાં આવે. હવે શેઠ હોય એટલે કઈ વધારે બોલાય પણ નહિ. અને પછી કામ કર્યાનો યશ તો નાં આપે પણ ઉપરથી કામ બરાબર નથી. એ પણ બોલ્યા રાખે. એટલે કામ કરવાનો પણ સંતોષ ના મળે.

હવે જુન મહિનો આવ્યો હતો એટલે મારી અને મારા સાથી કર્મચારીઓ સાથે પગારવધારા બાબતે જયસુખભાઈ સાથે વાત ક્યારે કરવી એ મુદ્દે દરરોજ વાત થાય. પછી જુન મહિનો પતી ગયા પછી અમે જયસુખભાઈ સાથે વાત કરી કે પગાર કયારે વધારો છો. એ એમ જ, કરશું...કરશું.... બહાના કાઢી ને જતા રહે. અમે બહુ ગંભીરતાથી નહોતા લેતા અમને એમ હતું કે દિવાળીમાં જે વધારાનો પગાર હશે તે મળી જશે. છતા પણ અમે જયસુખભાઈ સાથે આ બાબતે વાત કર્યા રાખે. હવે અંદરખાનેથી એવી વાત મળી કે ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે એટલે આ વખતે પગારવધારો ના પણ થાય. અમને ગભરામણ થવા લાગી(મને જરીક વધારે ગભરામણ હતી). અમને લાગતું કે અમારો તો થશે અમે થોડા ડાયમંડમાં છે??.7વે દિવાળી આવી ગઈ ત્યાં સુધી જયસુખભાઈએ અમારી સાથે પગાર વધારા વિષે વાત જ નહોતી કરી. જયસુખભાઈ પણ એમ જ કેહવા લાગયા કે બહુ મંદી છે વગેરે...(એ અલગ વાત હતી કે મંદી માં ફાઈવસ્ટાર કંપની માં કામ લગભગ દોઢું થઇ ગયું હતું અને ડાયમંડના બધા કારીગર ૧૨-૧3 કલાક કામ પણ કરતા હતા. છતાં પણ પગાર વધારો નહોતો આપ્યો. પણ એ લોકોને બોનસ પણ સારૂ આપ્યું. અમને તો બોનસ પણ ખરાબ આપ્યું. એ અલગ વાત છે કે બોનસ જે આપે એ લઇ લેવું જોઈએ પણ અહિયાં તો દિવાળીનો પગાર કાપીને બોનસ આપતા હતા. એટલે...)

ઉપર જે નવો માળ બંધાતો હતો એનું કામ પણ પતવા આવ્યું હતું. અને જાન્યુઆરી-ફેબૃઆરી માં ઉપરનો આખો માળ ચાલુ કરવાની ગણતરી હતી. અમને એ ખબર નહોતી પડતી કે મંદી ખરેખર છે કે એમ જ બોલ બોલ કરે છે. અમને એવું પણ લાગતું હતું કે અમારા પગાર વધારાના રૂપિયાથી ઉપર નવો માળ બાંધી દીધો.

દિવાળી પછી મારું મગજ હવે બદલાવવા લાગ્યું. મેં કીધું જો હું આમ ને આમ રહીશ તો મારું કઈ નહિ થાય. ઘરવાળા લગનની વાત કરે એટલે જ મને ચિંતા થવા લાગે. હું વિચારું કે હજી નોકરીના ઠેકાણા નથી ને ક્યાં છોકરીને રાખવી.!!

પછી મને મોબાઈલ-એપ-ડેવલોપર બનવાનો વિચાર આવ્યો. હવે હું ઓફિસમાં સમય મળે એટલે મોબાઈલ-એપ-ડેવલોપર વિષે ઈન્ટરનેટ પર શોધવા લાગ્યો. શેમાં જવું, એન્ડ્રોઇડ માં કે આઈ-ફોન માં?(વિનડોવ્સમાં તો કોઈ સવાલ જ ઉભો થતો નહોતો...હાહાહા...). કેમ કે અઢી વર્ષ પેહલા મેં જે ડેસ્કટોપ એપ્લીકેશન ડેવેલોપર બનવાની ભૂલ કરી હતી એ પાછી ના થાય એનું હું ધ્યાન રાખવા માંગતો હતો. ઈન્ટરનેટ પર ઘણા લેખ વાચ્યા પછી મેં આઈ-ફોન માં જવાનું વિચાર્યું. હવે ક્યાં જવું એ પણ ખબર નહોતી પડતી, પુને, મુંબઈ, હેદરાબાદ, બેંગ્લોર... ઈન્ટરનેટ પર આ બાબતે ઘણું શોધયું. પણ પુને સિવાય ક્યાય બરાબર લાગતું જ નહોતું. મેં પુનેમાં જેટલી પણ ઇન્સ્ટીટ્યુટ હતી તેનું લીસ્ટ બનાવી દીધું . મેં ઘરે વાત કરી કે આવું છે. આમ તો રજા આપી પણ સાથે કેહતા હતા કે પગાર પણ પેહલાથી શુરુ થશે. એના કરતા આમાં જ રહે. આ વખતે પગાર વધારો આવશે તો મારો પગાર ૩૫ જેવો થઇ જ જશે. પણ મેં કીધું કે આમાં આગળ જતા કઈ જ નથી. અત્યારે લગન નથી થયા તો રિસ્ક લઇ લઉં ને. ઘરેથી તો એવું કીધું કે મારે જે કરવું હોય તે કરું.

અને મેં જાન્યુઆરીમાં ઉતરાણની રજામાં હું પુને ગયો(આ પેહલા હું એક જ વખત પુને ગયો હતો. એ પણ પરિવાર સાથે ફરવા માટે.) અને આ ઇન્સ્ટીટ્યુટમાં ફરી ફરી ને તપાસ કરી. પેહલા બસકોડ માં ગયો ત્યાં બધી જાણકારી આપી. ફીસ હતી ૨૨ હજાર. અને પ્લેસમેન્ટ વિષે પૂછ્યું તો એમને લીસ્ટ બત્તાવ્યું. મેં પૂછ્યું કે મીનીમમ અને મેક્સીમમ કેટલું થયું છે. તો એમને કીધું કે ૮ થી ૧૫ હાજર વચ્ચે પ્લેસમેન્ટ થયા છે. ત્યાં ડોટ નેટ પણ લખેલું હતું તો છેલ્લે મેંપૂછ્યું કે ડોટ નેટ ના પણ ક્લાસ કરાવો છો, તો એમને કીધું કે કોઈ સમૂહમાં ભણવા આવે તો જ ભણાવીએ છીએ બાકી અત્યારે તો બધા મોબાઈલ માટે જ આવે છે. એ સાંબળીને મને સારું લાગ્યું કે મેં જે લાઇન પસદ કરી રહ્યો હતો એ સારી જ છે. પછી ફર્સ્ટ-આઈટીસ-સીસ્ટમ માં ગયો. ત્યાં પણ એજ જાણકારી આપી. ત્યાં પણ ખાલી મોબાઈલ એપ ડેવલોપનો જ કોર્ષ ચાલતો હતો. મેં અહિયા મારી વાત કરી કે મારો આટલો ડોટ નેટ માં અનુભવ છે. તો મને પ્લેસમેન્ટમાં કઈ ફાયદો થાય ખરો? તો એમને કીધું કે જરૂર થશે. ત્યાં મારા જેવા ઘણા આવ્યા જેમનું પ્લેસમેન્ટ પણ સારું થયું છે. ત્યાં ફીસ હતી ૨૫ હજાર. અને સમય મંગળ-શુક્ર ૩:૦૦ થી ૫:૦૦. મેં પૂછ્યું કે મારી પાસે મેક નથી તો?? તો તેમને કીધું કે મારા ક્લાસ પતી ગયા પછી જો મેક હશે તો હું તે ઉપયોગ કરી શકું છું. ત્યાં લગભગ પોણો કલાક જેવી પૂછપરછ કરી. પછી ત્યાંથી સોર્સકોડમાં ગયો. ત્યાં ૧૬ હજાર ફીસ હતી. અને અઠવાડિયામાં ૩ દિવસ ૨ કલાક ક્લાસ. અને બાકીના દિવસે પ્રેક્ટીસ કરી શકીએ. તેમને પ્લેસમેન્ટ ની ઓફર સારી થાય છે એવું કીધું પણ એમનો સામે જવાબ આપવાની રીત બરાબર નહોતી લાગી. એટલે મને અહિયાં ના ગમ્યું. અને સોર્સકોડ શોધતા શોધતા મને લગભગ પોણો કલાક લાગ્યો. અને વચ્ચે સીડ ઇન્ફોટેક આવી. ત્યાં હું ડોટ નેટ વિષે પણ પૂછવા ગયો. પણ ત્યારે એમનો લંચ સમય ચાલતો હતો. એટલે ત્યાં પૂછપરછ નાં કરી શકી. અને બધે પૂછપરછ કર્યા પછી હું પાછો સુરત ફર્યો.

મેં જયસુખભાઈને ૧૫-જાન્યુઆરીએ રાજીનામાંનો મેઈલ કરી દીધો. પણ એમનો કોઈ પ્રત્યુત્તર નાં આવ્યો. પછી મેં તન્મયભાઈ અને બીજા સાથી કર્મચારીઓ સાથે મારા નિર્ણય અંગે વાત કરી. એમને પણ નવાઈ લાગી. પછી બીજા દિવસે જયસુખભાઈ આવ્યા એટલે મેં વાત કરી. તો એમને ના પાડી કે જવાની. કે એ મારો જે પણ કઈ પ્રોબ્લેમ હોય, પગાર માં કઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી આપશે. પણ કંપની છોડીને જવાની ના પાડતા હતા. અને એવું હોય તો ૨ દિવસ હજી વિચારવાનું કીધું. એટલે ૨ દિવસ પછી મેં મારો એજ નિર્ણય પાછો કીધો. મેં કીધું મારે ૩-ફેબ્રુઆરીએ ક્લાસ ચાલુ થાય છે. તો મને જવા દો. તો એમને ના પાડી અને કીધું હમણાં કામ બહુ છે એટલે હું અહિયા બીજો ૧ મહિનો રોકાય જાય તો સારું. મારે એટલી ઉતાવળ ના હોવાથી અને કંપનીનું કામ ના અટવાઈ જાય એટલે મેં એમની વાત માનીને માર્ચમાં જવાનું મેં નક્કી કર્યું. અને ફર્સ્ટ-આઈટસ-સીસ્ટમ માં ફોન કરી ને મારા બેચનો સમય અને તારીખ જાણી લીધી. અને માર્ચ માં એક બેચ ૧૮થી શરુ થવાનો છે એમ જણાવ્યું. એટલે મેં એ બેચમાં જોડાવાનું નક્કી કર્યું.

પણ જયસુખભાઈ એ હજી મારી નૈનેશભાઈ સાથે વાત નહોતી કરાવી. મેં ઘણી વાર કીધું કે નૈનેશભાઈ ને વાત કરી દોજો. પણ જયસુખભાઈ એ જ બહાના કાઢતા હતા કે હમણાં એ બહુ કામમાં છે, વિદેશથી આવે એટલે, વગેરે,વગેરે..

હવે મેં પેહલી માર્ચે ફરી યાદ કરાવતો ઈમેઈલ કર્યો કે વાત થયા અનુસાર હું ૧૫-માર્ચે કંપની છોડીશ. એમને ૨-૩ દિવસ પછી મને સાંજે ૬ વાગે ફોન આવ્યો કે હું ઘરે ના જતો રહું અને એ ઓફિસે આવે છે. મને એવું જ લાગતું હતું કે એ મને મનાવવા આવે છે. અને એવું જ થયું એ મને સમજાવતા કે મોબાઈલ માં ભલે અત્યારે સ્કોપ છે પણ આગળ જતા એટલો સ્કોપ નહિ હોય. એટલે તું અત્યારે જેમાં છે તે પણ સારું છે.વગેરે,વગેરે,....લગભગ કલાક જેવું મેં, જયસુખભાઈ અને તન્મયભાઈ એ ચર્ચા કરી. અને જયેશભાઈ એ મને ૨-૩ દિવસ વિચારવાનું કીધું. પણ હવે મારો ઈરાદો એટલો પાક્કો થઇ ગયો હતો કે મેં એ બાબતે કશું વિચાર્યું જ નહોતું. અને ૮-માર્ચે મેં જયેશભાઈ ને માર્રો નિર્ણય અંગે ઈમેઈલ કરી દીધો.

વચ્ચે ૬ તારીખે હું પુને માં કોથરૂડમાં રૂમ શોધવા ગયો. ત્યાં જોકે કોઈ ઓળખતું પણ નહોતું પણ ગૂગલ પર સર્ચ કરીને અમુક લીસ્ટ બનાવેલું હતું. અને સાથે ફર્સ્ટ-આઈટસ-સીસ્ટમમાં મારી જે(અંકિત)ની સાથે વાત થઇ હતી તેમને રૂમ શોધવામાં મદદ કરવાનું કીધેલું. એટલે હું એ બધા રૂમ જોઈએ લીધા. પણ કોઈ મેળ પડ્યો નહિ. બધા રૂમમાં એક સમસ્યા તો ખાસ કે માંકડ તો હોય જ. પણ ૩ મહિના માટે કોઈ રૂમ પણ આપવા તૈયાર નહોતું. એટલે તુષારે જ્યાં રૂમ બતાવ્યો ત્યાં મેં નક્કી કર્યું.

૧૫-તારીખ હતી. મારો છેલ્લો દિવસ હતો. પણ જયસુખભાઈ મને નૈનેશભાઈને મળાવવાના હતા. પણ જયસુખભાઈ સાંજે આવ્યા જ નહિ. એમને કીધું કે એમને કામ છે તો એમનાથી નહિ અવાય એટલે કાલે(૧૬-માર્ચ) હું આવી જવું. એટલે મેં ૧૬-માર્ચનો દિવસ ઓફીસ ભર્યો. અને ૧૬ તારીખે પણ જયસુખભાઈ કામ છે, કામ છે કહી ને આવ્યા જ નહિ. એટલે હું અને. પણ મેં નાં પાડી એટલે એમને મને કીધું કે "તું એમ સમાજ તું બીમાર પડ્યો છે, અને હોસ્પિટલમાં દાખલ છે, અને ૨-૩ મહિનાની પથારી છે. એટલે જયારે તારો કોર્સ પતે એટલે ચુપચાપ બીજે નોકરી શોધ્યા વગર તું પાછો નોકરી પર આવી જજે." મેં કીધું જોઈશ એ વખતે કોર્સ પતે એટલે વિચારીશ. અને એમને મને થોડા સારા સલાહ-સુચન પણ આપ્યા અને એમને પોતાની વાર્તા કીધી કે તે પોતે કેવી રીતે ગામ છોડી ને આવ્યા અને અહિયાં સુધી કઈ રીતે પહોચ્યા. થોડી પ્રેરણા પણ આપી. અને મેં ત્યાંથી રજા લીધી. અને બીજા દિવસે, ૧૭ તારીખે સવારે તન્મયભાઈ બંને લગભગ રાતે ૮ વાગ્યા જેવું એમને મળવા ગયા. અને એમને પણ મારા આ નિર્ણય પર ફેરવિચારણા કરવા કીધું હું જયસુખભાઈની કંપની પર અનુભવ-પત્ર લેવા ગયો અને એમને પણ મને 'ગુડ લક' કીધું અને મીઠાઈનું ખોખું આપ્યું. અને મેં 'સેલરી સ્લીપ' માંગી. અમને સેલરી સ્લીપ આપતા નહોતા. એટલે એમને કીધું કે તારે જયારે જોઈએ ત્યારે કેજે ત્યારે એ સેલરી સ્લીપ બનાવી આપશે. પછી હું ત્યાંથી ફાઈવ-સ્ટાર માં જેમને મળવાનું બાકી હતું ત્યાં ગયો. અને ત્યાંથી અડધો કલાક પછી ઘરે ગયો. ઘરે જઈને જમીને હું બેગ પેક કરવા લાગ્યો અને જે બજાર માંથી લાવાનું હતું એ લઇ આવ્યો. અને રાતે ઓફીસના જ અમારા ગ્રુપના જે એકાઉટન્ટ હતા એમની બર્થ-ડે ની પાર્ટીહતી એમાં ગયો. અને પછી ત્યાંથી ઘરે જઈને થોડી વાર બેસ્યો અને મારી ટ્રેન રાતે ૧૨:૨૦ ની ઇન્દોર-પુને હતી. અને ઘરે થી મમ્મી-પપ્પાના આશીર્વાદ લઈને પુને જવા નીકળ્યો.

સવારે પુને પહોચીને હું મારા રૂમે પહોચી ગયો. અને સવારની ક્રિયા કરી ને ૧૧ વાગે કલાસમાં પહોચ્યો. (ત્યાં રૂમ બાબતે એટલું જ સુખ હતું કે રૂમ ફર્સ્ટ-આઈટસ-સીસ્ટમની ઘણી નજીક મળેલો. બાકી રૂમ તો ઠીક હતો. રૂમ માં ક્યારેય સૂર્ય પ્રકાશ પણ નહોતો આવ્યો અને બીજા જે છોકરા ત્યાં રેહતા હતા એ પણ સફાઈ નહોતા રાખતા.) હું ૧૧ વાગે ક્લાસ માં પહોચ્યો. અને હું ક્લાસમાં બેઠો. ત્યાં મને સરે અમુક પ્રોગ્રામ કરવા આપ્યા કોઈ પણ લેન્ગવેજમાં.અમુક આવડયા અને અમુક ના આવડયા. કલાક થયો અને પછી સરે કીધું આજના દિવસ માટે આટલું જ. પછી મેં અંકિતને પૂછ્યું કે હું અહિયાં મેક વાપરું તો વાંધો નહિ ને તો  એમને કીધું કે જે મેક ફ્રિ હોય તે હું વાપરી શકું છુ. એટલે હું શુક્રવારે તો મેકમાં જે વિન્ડોવ્સના ના કયા વિકલ્પ છે એ નેટ પરથી શીખ્યો. શનિવારે કોમ્યુનીકેશન સ્કીલ નો લેકચર હતો એ ભર્યો, જે અંકિત જ લેતો હતો. અને રવિવારે પણ એનો લેકચર હતો. અને સોમવારે રજા હતી.

અને મંગળવારે હું ક્લાસ ભરવા ગયો તો  અંકિતે મને કીધું કે આઈઓએસ ના સર રજા પર છે એટલે તમારો બેચ ૨૯-માર્ચથી ચાલુ થશે. ત્યાંરે મેં ઘણો ઝગડો કર્યો. કેમકે શરૂઆતમાં જ આવું થયું. અને ઘરે પણ શું કેહવું. ઘરવાળાને પણ એવું લાગે કે ક્લાસ પણ બરાબર નહિ હોય. બીજું કે મેં જૂની કંપનીમાં હજી ૨૫ તારીખ સુધી હોતે તો ૧૦ દિવસ નો પગાર મળતે. જે જુસ્સા સાથે હું આવ્યો હતો એ બધો જુસ્સો પણ તુટવા લાગ્યો હતો. અને પછી હું બુધવારે ઘરે પરત ફર્યો. અને ઘરે વાત કરી. ઘરવાળા હજી પણ મને જૂની કંપનીમાં પાછો જોડાઈ જવાનું વિચારતા હતા. પણ મારો ઈરાદો મોબાઈલમાં જવા બાબતે મક્કમ હતો. એટલે પાછો હું ૨૮-તારીખે સુરતથી નીકળી પુને આવી ગયો. અને ૨૯-માર્ચથી ક્લાસ ચાલુ થઇ ગયા. બેચ માં અમે કુલ ૪ જણા હતા. એક છોકરી અને બીજા ૨ છોકરા. મારા સિવાય બધા મરાઠી હતા.

Continue...